Std 3 to 12 Whatsapp Based Weekly Exam Test | વોટસઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત પરિપત્ર, હોમલર્નિગ અંતર્ગત દુરદર્શન કેન્દ્ર મારફત ડીડી ગીરનાર ચેનલ પરથી સમગ્ર શિક્ષા ધવારા ધોરણ -1 થી 5 તેમજ જીસીઈઆરટી દ્વારા ધોરણ -6 થી 8 ના એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે . સમગ્ર શિક્ષા અને સી.સી.સી. દ્વારા ધોરણ -9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GVS ) અંતર્ગત લાઈવ ઓનલાઈન કલાસીસ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે.
વિદ્યાર્થીઓ હાલના સંજોગોમાં ડીસ્ટન્સ મોડથી શૈક્ષણિક કાર્ય કરી રહેલ હોઈ , બાળકોનું અધ્યયન નિષ્પતિ વાઈઝ લર્નિગ લેવલ ચકાસવું ખૂબ જ જરૂરી જણાય છે . આ માટે સમગ્ર શિક્ષા તેમજ સી.સી.સી. મારફત એક વોટસઅપ બેઈઝ સાપ્તાહીક મૂલ્યાંકન કરવાનું આયોજન નકકી કરેલ છે.
આ સાથે સામેલ યાદી પ્રમાણે ધોરણ વાઈઝ વિષય વાઈઝ વોટસઅપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર ઉપરથી પ્રસારીત થતાં ધોરણ -3 થી 8 ના વિષયવસ્તુ આધારિત તેમજ ધોરણ -9 થી 12 માટે GVS ના લાઈવ કલાસીસના વિષય વસ્તુ આધારિત બહુવિકલ્પી પ્રકારની કસોટી તા .23/01/2021 થી પાયોગીક ધોરણે શરૂ કરવામાં આવનાર છે .
તા .23/01/2021 ના રોજ ધોરણ -3 ગુજરાતી , ધોરણ -4 ગુજરાતી અને ધોરણ -૫ માં ગુજરાતી , પર્યાવરણની 10 બહુવિકલ્પી પ્રશ્નો આધારિત વોટસઅપ બેઈઝડ પરીક્ષા યોજાનાર છે .
તા .30/01/2021 થી ધોરણ -3 થી 12 ની ટેસ્ટ યોજાશે . આ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે . આ અંગેનો વોટસઅપ મેસેજ તેમજ માર્ગદર્શિકા પણ આપને મોકલી આપવામાં આવશે .
આ માહિતી આપના જિલ્લાની તમામ શાળાના તમામ વિદ્યાથીઓ સુધી તેમની શાળા મારફત આપવા વિનંતી .
વોટસ એપ આધારિત સાપ્તાહિક પરીક્ષા ( સ્વમૂલ્યાંકન ) COVID - 19 ની મહામારીમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએથી મદદરૂપ થવાના હેતુસર અનેક કાર્યક્રમ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ચલાવાવવામાં આવે છે . તે પ્રમાણે આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ અનેક ડીવાઈસ ચલાવવા સમર્થ છે , ત્યારે વોટસ એપના માધ્યમથી બાળકો પોતાના અભ્યાસમાં પોતાની પારંગતતા જાતે ચકાસી શકે અને સ્વયમ પોતે જ પોતાની પ્રેક્ટીસ દ્વારા પોતાના ક્યાં ક્ષેત્રમાં મુશ્કેલી છે અને વધુ મહાવરો ક્યા ચેપ્ટરના ક્યાં પોઈન્ટ ઉપર કરવાની જરૂર છે . તે જાણી પણ શકે છે.
આ માટે વોટસ એપ આધારિત સાપ્તાહિક પ્રેક્ટીસનું ( સ્વ મૂલ્યાંકન ) આયોજન કરેલ છે .
આ માટે દરેક જીલ્લાવાર નંબર નક્કી કરવામાં આવેલ છે.
આ નંબર સેવ કરી વિદ્યાર્થી ફક્ત HELLO લખશે તો તેમને Quick REPLAY મળશે.
આમ સમગ્ર પ્રક્રિયામાં Quick REPLAY એ તેમની આગવી ખાસયિત છે.
વિદ્યાર્થી ફક્ત HELLO લખીને સેન્ડ કરશે તો તેમને Quick REPLAY મળશે.
જેમાં લખાયેલ હશે HOME LEARNING કાર્યક્રમમાં જોડવા બદલ આભાર હવે અભ્યાસ અટકશે નહિ.
કૃપા કરી શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલો.
વિદ્યાર્થી જેવો શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલાશે તરત શાળાની વિગતો મોકલવામાં આવશે . છે જેમાં શાળાનું નામ , ડાયસ કોડ , તાલુકો , જિલ્લો અને તે સાથે હા માટે 1 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે . અને જો ખોટી વિગત હોય તો 2 રીપ્લાય ટાઈપ કરી મોકલવા જણાવશે.
જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તેમને ધોરણ પસંદ કરવા જણાવશે . જેમાં વિદ્યાર્થીએ પોતાનું ધોરણ જણાવવું પડશે.
જેવો વિદ્યાર્થી પોતાનું ધોરણ જણાવશે તરત વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ? તે પૂછશે ફક્ત અંગ્રેજી મૂળાક્ષરમાં અને ચાઇલ્ડ ટ્રેકિંગ ( આધાર એનેબલ ડાયસ મુજબ ) જ વિગતો આપવાની રહેશે.
જેવો વિદ્યાર્થી પોતાનું પહેલું નામ Pratish રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત તે શાળામાં અને તે વર્ગમાં જેટલા Pratish નામના વિદ્યાર્થીઓ હશે તેટલા વિદ્યાર્થીના નામ પિતાનું નામ અને જન્મ તારીખ અનુક્રમે દર્શાવશે . તે પૈકી પોતાના નામ માટેનો ક્રમ તેને સુનિશ્ચિત કરવાનો રહેશે.
વિદ્યાર્થી દ્વારા ખાતરી કર્યા બાદ નામ માટેનો ક્રમે સુનિશ્ચિત કર્યો હોય તે તેમણે રીપ્લાયમાં લખી મોકલવાનો રહેશે.
ત્યારે તેમને મેસેજ મળશે કે તમારી નોંધણી થઇ ગઈ છે . હવેથી તમે દર સપ્તાહે અહી રમતા - રમતા પ્રેક્ટીસ કરી શકશો . અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે.
આ નોંધણીમાં જો આપ એક જ ઘરના એક કરતા વધારે વિદ્યાર્થીઓ હશો તો તેઓ જોડાઈ શકશે . અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે . મતલબ આ મલ્ટી યુજર છે.
માત્ર એક યુજર નથી , છે ત્યાર બાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટીસ માટે કહેવામાં આવશે.
આ વિષય અત્રેથી એટલે કે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે . એટલે જે તે સપ્તાહમાં તે જ વિષયની પ્રેક્ટીસ વિદ્યાર્થી કરી શકશે . છે અને પ્રશ્ન પૂછશે કે આપ પ્રેક્ટીસ કરવા માગો છો ? હા માટે 1 રીપ્લાય અને નાં માટે 2 રીપ્લાય આપવાનો રહેશે.
જેવો વિદ્યાર્થી 1 રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત શુભેચ્છા સંદેશ સાથે તે વિષયના 10 પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે.
જેવો વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત પછીનો પ્રશ્ન આવતો જશે આમ 10 પ્રશ્ન સુધી આવશે.
જયારે 10 પ્રશ્નના જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે . તે દર્શાવવામાં આવશે એ સાથે સાચા જવાબની ( answer key ) એક PDF ફાઈલ પણ મોકલવામાં આવશે.
તેમજ જે મુદ્દાઓમાં વિદ્યાર્થીની કચાશ જણાઈ હશે , તે માટે GVS ની લીંક મોકલવામાં આવશે . અને તે અંગેના વિડીઓ ત્યાં ઉપલબ્ધ હશે.
આમ , વોટસ એપ આધારિત સાપ્તાહિક પરીક્ષા ( સ્વ મૂલ્યાંકન ) અંતર્ગત ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓનું રીયલ ટાઇમ એસેસમેન્ટ થશે .
વોટસઅપ આધારીત પરીક્ષા માટે જિલ્લા પ્રમાણે નવા નંબર
આપના જિલ્લાના વોટસઅપ નંબર જાણી તેમાં ટેસ્ટ આપવો.
જાણો આપના જિલ્લાનો નંબર
⤵️ ⤵️ ⤵️ ⤵️
ગુજરાતના તમામ જીલ્લા પ્રમાણે પરીક્ષાના નંબરની ડાયરેક્ટ લીંક
➡️ જિલ્લાનું નામ : ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, સુરત કોર્પો, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા કોર્પો, વલસાડ:
● નંબર : 918595524503
● ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524503?text=Hello
-----------------------
➡️ જિલ્લાનું નામ : બનાસકાંઠા, કચ્છ, મહેસાણા , પાટણ, અરવલ્લી , સાબરકાંઠા:
● નંબર : 918595524501
● ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524501?text=Hello
-----------------------
➡️ જિલ્લાનું નામ : અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર:
● નંબર : 918595524502
● ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524502?text=Hello
-----------------------
➡️ જિલ્લાનું નામ : અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ:
● નંબર : 918595524523
● ડાયરેક્ટ લિંક : 👉 https://wa.me/918595524523?text=Hello
-----------------------
ગઈ વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે.
એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. આવતીકાલે શનિવારે (૩૦ જાન્યુઆરી) એ જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.
IMPORTANT LINK
પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.
વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.
માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
IMPORTANT LINK
તમામ જીલ્લાવાર વોટ્સએપ નંબર અને ડાયરેકટ લીંક નીચે આપેલ છે
Now write a massage Hiii on whatsapp. Now write your School DISE Code in Whatsapp massage.Now verify your school name and other details.Now select your Class 9 or Class 10.Now write student name and birth date in whatsapp chat.